થાનગઢ: થાનગઢ ખાતે વિદેશી દારૂના ચપલા સાથે બે શખ્સો ઝડપાયા
થાનગઢ સ્થાનિક પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તેવા સમયે મેલડી માતાજીના ઓટા પાસે વિદેશી દારૂનું વેચાણ થતું હોવાનું બાતમીને આધારે દરોડો કરી વિદેશી દારૂના ચપલા નંગ 8 કિંમત 800 રૂપિયાના જપ્ત કરી પ્રકાશભાઈ લાલજીભાઈ સોલંકી તથા અશ્વિનભાઈ હમીરભાઇ રાઠોડને ઝડપી વિરુદ્ધ થાનગઢ પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.