સંખેડા: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગોલાગામડી ખાતે બોડેલી તાલુકાના મિશન કલસ્ટર પ્રગતિશીલ ખેડૂતોની પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ અપાઈ.
નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ ઉદેશ્યને ધ્યાનમાં રાખીને પ્રાકૃતિક કૃષિ અને પશુપાલન સાથે જોડાયેલા પ્રગતિશીલ ખેડૂતમિત્રો માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (મંગલભારતી) ગોલાગામડી ખાતે પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, છોટાઉદેપુર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (મંગલભારતી) ગોલાગામડીના સંયુક્ત ઉપક્રમે બોડેલી તાલુકાના મિશન કલસ્ટરના પ્રગતિશીલ ખેડૂતમિત્રોને તાલીમમાં ઉપસ્થિત રહ્યા હતા.