મહુધા તાલુકાના ઉંદરા ગામ પાસે આવેલ છલ્લા અમરસિંહની મુવાડી પાસેથી પસાર થતી મહોર નદીમા ચોમાસમાં પૂરના પાણીને કારણે નદીનો પટ ધોવાઈ જવાથી મહુધા અને નડિયાદ તાલુકાને જોડતો રસ્તો ધોવાઈ ગયો છે. જે બાબતે સ્થાનિકોએ વારંવાર સરકારમાં રજૂઆતો કરી હોવા છતાં પરિણામ નહિ મળતા હવે સ્થાનિકો આક્ર્મક મૂડમાં આવી ગયા છે.