કવાંટ: તુરખેડામાં પ્રસૂતાનું મોત બાદ પણ પરિવારે મૃતદેહને 5 કિમી સુધી ઝોળીમાં ઊંચકવો કેમ પડ્યો? જુઓ #JANSAMASYA
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામમાં રસ્તાના અભાવે એક પ્રસૂતા મહિલાનું મોત નિપજ્યું છે. બસ્કરિયા ફળિયાની વાણસીબેન રાજુભાઈ નાયક પ્રસુતિ માટે ખૈડી ફળિયામાં પોતાના પિતાના ઘરે ગયા હતા. દુઃખદ બાબત એ છે, કે વડોદરાથી મૃતદેહ લઈને પરત ફરતી વખતે પણ પરિવારજનોએ મૃતદેહને ઝોળીમાં ઊંચકીને ડુંગરાળ વિસ્તાર અને પગદંડી મારફતે ઘર સુધી લઈ જવો પડ્યો હતો.