ચીખલી: ચીખલીના રુમલા પટેલ ફળિયા થી સતાડીયા સુધી રોડની માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી
ચીખલી અને ખેરગામ તાલુકાઓમાં મંજૂર થયેલ રોડના રીસર્ફેસિંગ તેમજ વાઇડનિંગ કામોના ખાતમુહૂર્ત દિવાળી પૂર્વે કરવામાં આવેલ હતા. તે માર્ગો ઉપર ચોમાસું વિદાય લેતાની સાથે જ માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્રારા ડામર કામની કામગીરી તાત્કાલિક શરૂ કરી દેવામાં આવેલ છે, જેથી સારા રોડ બનતા જ અવરજવર કરતા રાહદારીઓ અને વાહનચાલકોને પડતી મુશ્કેલીથી રાહત મળશે.