પાદરા: પાદરા કોંગ્રેસ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો
Padra, Vadodara | Oct 31, 2025 પાદરા, તા. 31 ઓક્ટોબર — લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે આજે પાદરા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રની એકતા અને અખંડતાના શિલ્પી તરીકે ઓળખાતા સરદાર પટેલે ભારતના વિવિધ રજવાડાઓને એકત્રિત કરીને અખંડ ભારતના નિર્માણમાં ઐતિહાસિક ભૂમિકા નિભાવી હતી. તેમના આ યોગદાનને યાદ કરવા માટે સમગ્ર દેશમાં ગૌરવભેર જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે.