ભાવનગરના વરતેજ નજીક કોઈ બાબતને લઈને રાજકોટ હાઇવે પર બે યુવકો અને પોલીસ વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી, જેને લઇ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જોકે બાદમાં પોલીસ દ્વારા બંને યુવકોને પોલીસ જીપમાં બેસાડી પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યા હતા. આ બબાલ શાના કારણે થઈ બંને યુવકો કોણ છે તે અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.