અમદાવાદના વટવા વિસ્તારમાંથી દેશી તમનચા સાથે એક આરોપીની ધરપકડ...અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે બીબી તળાવ પાસેથી બાતમીના આધારે આરોપીને પકડી પાડ્યો છે. પોલીસે શનિવારે 2 કલાકે જણાવ્યું કે, આરોપી પાસેથી 2 પિસ્તોલ અને 4 કારતુસ જપ્ત કરવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે 50 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.