ડીસા-ભોયણ પાટીયા પાસે ટ્રેલર નું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો, બે લોકોના મોત નિપજયાં....
Deesa City, Banas Kantha | Oct 14, 2025
ડીસા તાલુકાના ભોયણ પાટિયા નજીક આજે તા.14/10/2025 ના રોજ સાંજના 6 કલાકે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. માલ ભરેલા એક ટ્રેલર નું ટાયર ફાટ્તા તે અચાનક પલટી મારી દેતા ઘટના સ્થળે જ બે વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતના પગલે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.પ્રાથમિક માહિતી મુજબ, ટેલર ચાલક કોઈ કારણસર નિયંત્રણ ગુમાવી બેસતા પલટી ખાઈ ગયું હતું.