કાલોલ શહેરમાંથી પસાર થતાં મેઈન હાઇવે રોડ ઉપર ઘોડા ગામ નજીક એક નીલ ગાયનું અને કાતોલ ગામ નજીક ગાયને કોઈ અજાણ્યા વાહન ચાલક ટક્કર મારી ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું.જેની જાણકારી જીવદયા ટીમને મળતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વેજલપુર આર. એફ. ઓ ને જાણ કરતાં તેમના માર્ગદર્શન હેઠળ જી.સી.બી ની મદદથી ખાડો ખોદી વિધિ પૂર્વક અંતિમ વિધિ કરી હતી.