હાલોલના કંજરી ગામના અને હાલ ચંદ્રપુરા GIDCમા આવેલી ખાનગી કંપનીમા નોકરી કરતા યુવકની પત્નીનુ અગમ્ય કારણોસર મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.બનાવની જાણ થતા હાલોલ શહેર પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો ગુનો નોધી મૃતક પરિણીતાનુ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવ્યુ હતુ રિપોર્ટમા ખુલાસો થયો કે પરિણીતાનું મોત ગળુ દબાવવાથી થયુ છે.આ ગંભીર ખુલાસા બાદ પોલીસે શિલ્પાની હત્યા અન્ય કોઈએ નહી પરંતુ તેના પતિએ કરી હોવાનુ જાણવા મળ્યુ હતુ