કાપોદ્રા પોલીસે શુક્રવારે વહેલી સવારે માહિતીના આધારે કાપોદ્રા ચાર રસ્તા નજીક આવેલ બીએસએનએલની પેટી પાસે જાહેરમાં ગાંજાનું વેચાણ કરી રહેલા હિંમત હડિયા અને નીતિન ચાવડા નામના બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ પાસેથી 368 ગ્રામ ગાંજાનો જથ્થો,મોબાઈલ સહિત 11,000 થી વધુ ની મત્તા નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ ભૂતકાળમાં પણ પોલીસ ચોપડે ત્રણ ત્રણ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યાં વધુ કાર્યવાહી કાપોદ્રા પોલીસે હાથ ધરી છે.