ગોંડલમાં વીજ તંત્રની ગંભીર બેદરકારી: ITI પાસે નીચે પડેલો વીજ વાયર ૪ કલાક સુધી રહ્યો ચાલુ, મોટી દુર્ઘટના ટળી
Gondal City, Rajkot | Oct 8, 2025
ગોંડલ: ગોંડલના નાગડકા રોડ પર ITI પાસેના વિસ્તારમાં વીજ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં એક વીજ લાઈનમાં ખામી સર્જાતા વાયર નીચે પડ્યો હતો અને આશરે ચાર કલાક સુધી તેમાં વીજ પ્રવાહ ચાલુ રહેતા મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ ઊભી થઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ, રાત્રિના સાડા બાર વાગ્યાની આસપાસ નાગડકા રોડ ITI પાસે વીજ વાયર તૂટીને નીચે પડ્યો હતો. સ્થાનિકોએ તરત જ વીજ વિભાગને જાણ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો ન હતો. ભારે જહેમત બાદ જાણ