વડોદરા: દુકાનોમાં ધારકોની નજર ચૂકવી દાગીના સહિતની ઉઠાંતરી,રીઢો ચોર શાસ્ત્રીબાગ રોડ પરથી ઝડપાયો
વડોદરા : ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન પાણીગેટ શાસ્ત્રીબાગ રોડ ઉપર આવતા અગાઉ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલો રીઢો ચોર હસમુખ ઉર્ફે બાટલો પટેલ પોલીસને જોઈને નાસવાની કોશિશ કરતા તેને પકડી પાડ્યો હતો.તેની પૂછપરછમાં તેણે એમજી રોડ પરની એક જ્વેલર્સની દુકાનમાં ભીડનો લાભ લઈ સોનાની વીંટી અને વારસિયા રીંગ રોડ ઉપર આવેલ એક દુકાનના કાઉન્ટર ઉપરથી મોબાઈલ ફોનની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.જેને આધારે તેની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથધરવામાં આવી હતી.