તા. 05/01/2026, સોમવારે સાંજે 7 વાગે બાપા સીતારામ યુવક મંડળ ધોળકા દ્વારા ધોળકા ખાતે કલિકુંડ વિસ્તારમાં આવેલ અયોધ્યા સિદ્ધનાથ સોસાયટીમાંથી કોઠ નજીક આવેલ પ્રસિદ્ધ શ્રી ગણપતિ મંદિર સુધી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 300 જેટલાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા. આ સંઘ પરોઢીયે ચાર વાગે ગણપતિપુરા પહોંચ્યો હતો.