વંથળી: ડો.અગ્રાવત હોસ્પિટલ ખાતે મહા આરોગ્ય કેમ્પ યોજાયો,બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો
વંથલી શહેર ખાતે આવેલ ડોક્ટર અગ્રાવત હોસ્પિટલમાં મહા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન જૂનાગઢના જાણીતા ઓથોપેડિક નિષ્ણાંત સોની આર્મીશ એમ.ડી હિમાંશુ ચુડાસમા ખાસ હાજર રહી દર્દીઓની સારવાર કરી હતી.કેમ્પ દરમિયાન વંથલી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. કેમ્પ ને સફળ બનાવવા ડોક્ટર અગ્રાવત હોસ્પિટલ ના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.