કાલોલ: કાલોલની વૃંદાવન સોસાયટીમાં ઘર આંગણે લોક કરી મૂકેલી મોટરસાયકલ ની ચોરી થતા કાલોલ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
નિખિલકુમાર ગોવિંદભાઈ પરમાર દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગતો જોતા મસવાડ જીઆઇડીસીમાં તેઓ નોકરી કરતા હોય તેઓના ઉપયોગ માટે તેઓએ હોન્ડા સાઈન મોટરસાયકલ પાંચેક વર્ષ પહેલા ખરીદી હતી. ગત તા 2/09/25 ના રોજ તેઓ જમી પરવારી પોતાના ઘરે સુઈ ગયા ત્યારે ઘર આંગણે મોટા સાયકલ લોક કરી મૂકી હતી બીજે દિવસે સવારે મોટરસાયકલ જોવા મળી ન હતી તેઓએ આસપાસ તપાસ કરતા મોટરસાયકલ ક્યાંય પણ મળી આવેલ ન હતી જે બાબતે આજરોજ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ₹35,000 ની કિંમતની મોટર