વડોદરા: પડતર પ્રશ્ને રેલ્વે DRM ઓફિસ બહાર વેસ્ટર્ન રેલવે એમ્પોલોઈઝ યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન
વડોદરા : પ્રતાપનગર રેલ્વે DRM ઓફિસ બહાર વેસ્ટર્ન રેલવે એમ્પોલોઈઝ યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું.પ્રશાસન દ્વારા અન્યાયપૂર્ણ લેવાતા નિર્ણય અને શ્રમકાયદાનુ સતત ઉલ્લંઘનના વિરોધમાં રેલી યોજી સાથે ડીઆરએમ ઓફિસ ખાતે ભારે સૂત્રોચાર પોકારી વિરોધ દર્શાવ્યો હતો સાથે પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે કરવામાં નહીં આવે તો ધરણા પ્રદર્શન કાર્યક્રમ ચાલુ જ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.