ગોધરા શહેરના નાગરિકોને તેમજ શહેરમાં આવતાં–જતાં રાહદારીઓને સરળતાથી, સ્વચ્છ અને આરોગ્યપ્રદ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગોધરા નગરપાલિકા અને પ્રથમેશ એન્ટરપ્રાઇઝ, નાસિકના સંયુક્ત ઉપક્રમે ભારતનો પ્રથમ સાર્વજનિક આલ્કલાઇન વોટર એટીએમ પ્રોજેક્ટ ગોધરા શહેરમાં શરૂ કરવામાં આવ્યો છે. આ અનોખા અને લોકહિતલક્ષી પ્રોજેક્ટનું આજે ગોધરા શહેરના અટલ ઉદ્યાન ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગોધરા શહેરના ધારાસભ્ય સી.કે. રાઉલજી ઉપસ્થિત રહ્યા હતા, તેમના હ