જૂનાગઢ: એસઓજીએ ઝડપી પાડેલ શિષ્યવૃત્તિ કૌભાંડના આરોપીઓના રિમાન્ડ દરમિયાન થયા અનેક ખુલાસા
જૂનાગઢ શિષ્યવૃત્તિ કૌભાંડ મામલે પોલીસે ચાર આરોપીઓની રિમાન્ડ દરમ્યાન મહત્વની વિગતો બહાર પાડી છે. ક્રિષ્ના ઈન્સ્ટિટ્યૂટના સંચાલક જગદિશભાઈ પરમારે મેંદરડા ખાતે ભાડે જગ્યા રાખી સંસ્થા ચલાવતી હોવાની પુષ્ટિ થઈ. માણાવદરની રોયલ ઈન્સ્ટિટ્યૂટ એક મહિલાના નામે રજીસ્ટર હોવાનું બહાર આવ્યું.ગુજરાત ઈન્સ્ટિટ્યૂટના માલિક ઉમર ફારૂક અમરેલીયાના નામે ત્રણ સંસ્થાઓ રજીસ્ટર છે અને તેના ખાતામાં ૧.૮૨ કરોડથી વધુ શિષ્યવૃત્તિની રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું છે.