રાજકોટ: રાજકોટ શહેરમાં 150 ફૂટ રીંગ રોડ પર ઉમિયા ચોક પાસે ગંદકી કરવા બદલ આઠ દુકાનો પાલિકા દ્વારા સીલ કરવામાં આવી
Rajkot, Rajkot | Jul 2, 2024 રાજકોટ મહાનગરપાલિકા ખાતેથી જાણવા મળતી માહિતી અનુસાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા રાજકોટ શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઉમિયા ચોક પાસે આવેલ દુકાનોમાં ચકાસણી કરવામાં આવી હતી અને અહીં જાહેરમાં ગંદકી ફેલાવવામાં આવતી હોય જેથી આ બાબતે અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી અને દંડ વસૂલવામાં આવ્યો હતો તેમ છતાં અહીં ગંદકી જોવા મળતા આઠ દુકાનો સીલ કરવામાં આવી.