શનિવારના 6 કલાકે સિવિલ હોસ્પિટલ થી આપવામાં આવેલી વિગત મુજબ 30 વર્ષીય યુવક પોતાની મોટરસાયકલ લઈને જઈ રહ્યો હતો જે દરમિયાન અતુલ બ્રિજ પાસેથી ડિવાઇડર સાથે અથડાઈ જતા તે રસ્તા ઉપર ભટકાયો હતો. જેના કારણે તેને માથાના ભાગે અને મોઢાના ભાગે તેમજ શરીરના ભાગે ઈજાઓ પહોંચતા તેને સારવાર હેઠળ 108 મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.