લાખણી: જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ સિદ્ધરાજસિંહ ચૌહાણે થરાદમાં જીગ્નેશ મેવાણીની રજુઆત રેલી મુદે સોશિયલ મીડિયામાં પ્રશ્ન ઉઠાવ્યો
ગુજરાતમાં ખુલ્લેઆમ ચાલતા આ નશાના જાળે આપણા ભવિષ્યને ખતરામાં મૂકી દીધું છે. ગુજરાતને ડ્રગ-મુક્ત બનાવવા માટે જિગ્નેશ મેવાણી જે નિર્ભય લડત લડી રહ્યા છે, તેમાં ગુજરાતનો દરેક યુવક ખભે ખભા મિલાવી તેમની સાથે ઊભો છે. ડ્રગ્સ કોઈ પણ દિવસ, કોઈ પણ રૂપમાં ગુજરાતની ધરતી પર ચાલવા દેવામાં નહીં આવે—આ યુવાનોનો દૃઢ સંકલ્પ છે તેમ જીગ્નેશ મેવાણીનાં સમર્થન માં આવી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ સિદ્ધરાજસિંહ ચૌહાણે સો મીડિયામાં સરકાર સામે પ્રશ્નો કર્યા હતા