જાફરાબાદ: હેમાળ–કડીયાળી રોડનું રીસર્ફેસિંગ કામ મંજૂર: ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા ખાતમુહૂર્ત
જાફરાબાદ તાલુકાના હેમાળથી કડીયાળી રોડનું રીસર્ફેસિંગ કામ 4.20 કરોડના ખર્ચે મંજૂર થયું છે. આ કાર્યના ખાતમુહૂર્તનો કાર્યક્રમ ગ્રામજનો, આગેવાનો, ભાજપના હોદેદારો તેમજ તાલુકા-જિલ્લા પંચાયતના હોદેદારોની ઉપસ્થિતમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પૂર્ણ કર્યો.