મંગળવાર ની મોડી સાંજે સુરતના અલથાણ વિસ્તારમાં શિવ રેસીડેન્સી ની પાર્કિંગની દિવાલ અને પતરા નો શેડ ધરાશાઈ થઈ તૂટી પડ્યો હતો.બાજુમાં જ રાજલક્ષ્મી ગ્રુપ પ્રોજકેટની નિર્માણાધિન સાઈટ ચાલી રહી છે.જ્યાં ખોદકામ કરતી વેળાએ આ ઘટના બની હતી.જે ઘટના બનતા શિવ રેસીડેન્સી ના રહીશોમાં ભયનો માહોલ ઊભો થયો હતો.ઘટનાની જાણકારી મળતા પોલીસ અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.જ્યાં સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી.