કેશોદ: તાલુકામાં ખેડૂતોને થયેલ નુકસાનીને લઈને વહેલી તકે સરકાર સહાય કરે તેવી કિસાન કોંગ્રેસ સમિતિ ના ચેરમેન દ્વાર કરાઈ માંગ
સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહીને લઈને કેશોદ તાલુકામાં બે દિવસથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોને તૈયાર થયેલો પાક જેવો કે મગફળી સોયાબીન કપાસ જેવો પાક તૈયાર થયો છે જેમાં વરસાદ પડવાને લઈને ખેડૂતોને મોટે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ખેડૂતોને સરકાર વહેલી તકે સહાય કરે તેવી માંગ કિસાન કોંગ્રેસ સમિતિના ચેરમેન આશિષ પીઠીયા દ્વારા કરવામાં આવી છે