વાંકાનેર: વાંકાનેરની દોશી કોલેજના વિદ્યાર્થીના કબડ્ડી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવથી નેશનલ લેવલે ટીમમાં પસંદગી કરાઇ….
Wankaner, Morbi | Sep 15, 2025 તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આંતર કોલેજ કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન ૨૯ કોલેજની ટીમોએ કબડ્ડી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં વાંકાનેરની દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થી છણીયારા વિશાલ રાજેશભાઈ (વાંકાનેર)એ ઉત્કર્ષ દેખાવ કરતાં તેની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કબડ્ડી ટીમમાં નેશનલ લેવલની રમતમાં પસંદગી કરવામાં આવી છે.