માંડવી: સરકારી હોસ્પિટલ ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં સાંસદ પ્રભુ વસાવા એ હાજરી આપી.
Mandvi, Surat | Sep 16, 2025 માંડવી સરકારી હોસ્પિટલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને સંયુક્ત કર્મચારી મહામંડળ દ્વારા આયોજિત આ કેમ્પની અધ્યક્ષતા સાંસદ પ્રભુ વસાવાએ કરી હતી. કેમ્પમાં બે વિશેષ રક્તદાતાઓએ ધ્યાન ખેંચ્યું. માંડવી નગરના 63 વર્ષીય ચંદ્રકાંત ભગત વાલાએ 62મી વાર અને પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ 55 વર્ષીય જયંતી ગામીતે 50મી વાર રક્તદાન કર્યું.