31 ડિસેમ્બરના પગલે સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. પો.કમિ.અનુપમસિંહ ગહેલોત ની સૂચના અન્વયે ઇચ્છાપોર વિસ્તારમાં આવેલા અલગ અલગ ફાર્મ હાઉસમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. સોમવારના રોજ બપોરના બે થી ત્રણ વાગ્યાના સમય દરમિયાન ઈચ્છાપોર પોલીસ સહિતના સ્ટાફ દ્વારા ફાર્મ હાઉસ પર સદન ચેકિંગ હાથ ધરાયું હતું. નશા કારક પદાર્થનું સેવન કરનારા લોકો પર પોલીસ બાઝ નજર રાખી રહી છે. જથ્થો સંગ્રહ કરી નાખનારા લોકોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.