સુબીર: ડાંગ જિલ્લાનો ધવલીદોડ-ધુડા-પીપલાઈદેવી રોડ ઉપરનો માઈનોર બ્રિજ ભારે કોમર્શિયલ વાહનો માટે વધુ એક માસ માટે બંધ કરાયો .
આ માર્ગના વૈકલ્પિક માર્ગ તરીકે ધુડા થી હિંદળા થઈ પીપલાઈદેવી (કુલ ૫.૫૦ કિલોમીટર) માર્ગ સુચવવામા આવ્યો છે. જેની વાહન ચાલકોને નોંધ લેવા જણાવાયું છે. આ જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.વધુમાં આ હુકમ દૂધવહન કરતાં દૂધશીત કેન્દ્ર/ દૂધ મંડળીના વાહનો તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ ડાંગ દ્વારા મુક્તિ આપવામાં આવેલ વહાનોને લાગુ પડશે નહીં.