સુરતના કાપોદ્રામાં જૂની અદાવત રાખીને એક શખ્સે સગીરા પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. અગાઉ છેડતીના ગુનામાં જેલની સજા કાપીને આવેલા શખ્સે, નોકરી પરથી ઘરે જઈ રહેલી સગીરાને આંતરી છરી વડે હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો અને જાતિવિષયક અપશબ્દો કહી અપમાનિત કરી હતી.કાપોદ્રામાં રહેતા એક પરિવારની ૧૬ વર્ષ અને ૮ માસની સગીરાને અગાઉ જયેશ દિલીપભાઈ પાટીલ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતા.