નવસારી: નવસારી કમલમ કચેરી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને સેવા પખવાડિયા ઉજવણી અંગે પ્રેસ કોન્ફરન્સ
નવસારીના કમલમ કચેરી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં આયોજન કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને સેવા પખવાડિયાની સમગ્ર ગુજરાતમાં ઉજવણી થશે જેને લઈને નવસારીમાં પણ જે વિવિધ કાર્યક્રમો થવાના છે તેને લઈને માહિતી ભૂરાલાલ શાહ દ્વારા આપવામાં આવી હતી.