ભાવનગર ઘોઘા રોડ પોલીસ દ્વારા 31 ડિસેમ્બરને ધ્યાને રાખીઆડોડિયાવાસ વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. ઘોઘા રોડ પોલીસ 31 ડિસેમ્બરને લઈને એલર્ટ બની છે અને પોલીસ દ્વારા દારૂના અડ્ડાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઘોઘા રોડ પોલીસ મથકના પીઆઇ સહિતનો કાફલો આડોડિયા વાસ વિસ્તારમાં દોડી ગયો હતો. દેશી દારૂ ના અડ્ડા ઉપર રેડ કરી આથાનો નાશ કરાયો હતો.