આજે મંગળવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ શાહપુર વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો હતો.જેમાં 32,500ની કિંમતની ચાઈનીઝ દોરીના 65 રીલ સાથે ઝોન 2 LCB સ્ક્વોડે એક શખ્સને ઝડપ્યો હતો.આરોપી સામે BNS, GP એક્ટ તેમજ જાહેરનામાં ભંગ બદલ ગુનો નોંધી શાહપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.આરોપી ચેતન પટણીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.