લીલા ધાણાનો ઉપયોગ કરતા લોકો માટે લાલબત્તી સમાન વિડિયો આવ્યો સામે,સહારા દરવાજા વિસ્તારનો વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ
Majura, Surat | Nov 2, 2025 સુરતના સહારા દરવાજા વિસ્તારમાં એક શાકભાજી વિક્ર્તા દ્વારા ગંદા પાણીમાં લીલા ધાણાની સફાઈ કરી રહ્યો હોવાનો વિડીયો સુરતના સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રવિવારના રોજ વાઇરલ થયેલા આ વીડિયોમાં મોટરસાયકલ સવાર યુવકે આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલમાં કંડારી હતી. મોટરસાયકલ ચાલક જણાવી રહ્યો છે કે આ શાકભાજી નો વિક્રેતા ગંદા પાણીમાં લીલા ધાણા ધોઈ લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યો છે. જેથી સુરત મહાનગરપાલિકા હવે શું કાર્યવાહી કરશે તેવા સવાલ ઉઠાવ્યા હતા.