ભરૂચ જિલ્લાના વડદલા ગામે રહેતા જશવંતસિંહ છત્રસિંહ યાદવ વેપારીને અકીક ખરીદી પેટે આપેલા કુલ રૂ. 3.24 લાખના ચેક રીર્ટન કેસમાં ખંભાતની અદાલતે તકસીરવાર ઠેરવીને 1 વર્ષની સાદી કેદની સજા અને દશ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.સાથે સાથે ચેકની કુલ રકમ રૂ. 3.24 લાખ ફરિયાદીને વળતર પેટે ચુકવી આપવી, નહીં તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા અલગથી ભોગવવાનો નિર્દેશ આપ્યો હતો.