જૂનાગઢ તાલુકા પોલીસે મજેવડી ગામની બહાર વાણંદીયા તરફ જતા રસ્તે જાહેર વોકળામાંથી ગેરકાયદે દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો છે. પોલીસે જગદીશભાઈ ઉર્ફે જગો સાજણભાઈ ગુરગટીયાને પકડી તેની પાસેથી ઇંગ્લિશ દારૂની અલગ અલગ કંપનીની બોટલો સાથે ઝડપી લઈ તેની સામે પ્રોહીબિશન કાયદા મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.