સિવિલ હોસ્પિટલમાં છ કલાકનું ઓપરેશન કરી દર્દીને નવજીવન બક્ષ્યું, સિવિલ સુપ્રીટેડેન્ટ ડો.સુનિલ જોશીએ પ્રતિક્રિયા આપી
Palanpur City, Banas Kantha | Jun 28, 2025
પાલનપુરના ઢુંઢીયાવાડી વિસ્તારમાં રહેતી દેવીપૂજક સમાજની ૩૫ વર્ષીય મહિલાને પેટમાં દુખાવો થતા પાલનપુર સુવિલ હોસ્પિટલમાં પથરીનું ઓપરેશન કરાવવા ગયેલ મહિલાનું આંતરડું કાપી નાખવામાં આવ્યું હોવાની રાવ ઉઠવા પામી હતી. ત્યાર પાલનપુર સિવિલ દ્વારા પીડિત દર્દીને ફરી દાખલ કરી છ કલાકનું ઓપરેશન કરી બગડેલો કેસ સુધારતા દર્દીને નવજીવન બક્ષ્યું હતું. આ મામલે સિવિલ સુપ્રીટેડેન્ટ ડો.સુનિલ જોશીએ પ્રતિક્રિયા આપી હતી.