બાવળા: ધોળકા ખાતે ખેતરમાં વીજ કરંટ લાગતા એક વ્યક્તિનું મોત નિપજયુ
તા. 16/10/2025, ગુરૂવારે સાંજે 4.15 વાગ્યાના સુમારે ધોળકા ખાતે કલિકુંડ થી બલાસ સર્કલ વચ્ચે આવેલ એક ખેતરમાં ડાંગર કાપવાના મશીન ઉપર ચઢેલ એક વ્યક્તિનું માથું વીજ વાયરને અડી જતા તેને વીજ કરંટ લાગતા તે નીચે પટકાતા તેનું ઘટના સ્થળે મોત નિપજયુ હતું. ધોળકા ટાઉન પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.