આજે બપોરે 2:30 વાગ્યાની આસપાસ શહેરના આણંદપર નજીક દારૂ પીને બાઈક ચલાવતા એક શખ્સે અકસ્માત સર્જ્યો હતો.જેને લઈને તેની સાથે રહેલ અન્ય એક શખ્સને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. દારૂડીયાઓ બેફામ બનીને વાહન ચલાવતા પોતાની તેમજ અન્યની જિંદગી પણ જોખમમાં મૂકે છે ત્યારે શહેરીજનોને સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર દ્વારા આવા તત્વોને ઝડપી પાડી તેમને કાયદાનું યોગ્ય ભાન કરાવવામાં આવે તે જરૂરી બન્યું છે.