દસાડા તાલુકાના યાત્રાધામ પીપળી ખાતે દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે. પરમારના વરદ હસ્તે કુલ રૂ. 4.75 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં રૂ. 2 કરોડના ખર્ચે અખિયાણા-પીપળી-દેગામ રોડનું રિસરફેસિંગ કામ હાથ ધરાશે. આ ઉપરાંત, પીપળી ગામમાં બજાણા રોડથી દેગામ જવાના માર્ગ પર રૂ. 1.51 કરોડ અને પાણીની ટાંકીથી પંચાયત સુધીના બાયપાસ રોડ પર રૂ. 1.24 કરોડના ખર્ચે નવા 'સુવિધાપથ' (સી.સી. રોડ)નું નિર્માણ કરવામાં આવશે.