કુકમામાં LCBનો દરોડો: ગેરકાયદેસર ગેસના બાટલા સાથે એક શખ્સ ઝડપાયો પશ્ચિમ કચ્છ LCB પોલીસે કુકમા ગામમાં દરોડો પાડી ગેરકાયદેસર કોમર્શિયલ ગેસના બાટલાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. કાર્યવાહી દરમિયાન 174 ગેસના બાટલા સહિત કુલ ₹1,59,800નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. માધાપરનો હિરેન ટાંક ગેરકાયદેસર સંગ્રહ અને વેપાર કરતા ઝડપાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.