કલોલ: કલોલના પાનસર ગામે નવીન બોરનું મૂર્હત કરીને ગામજનોને શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ થાય એ માટેની સુવિધાનો આરંભ
કલોલના પાનસર ગામે નવીન બોરનું મૂર્હત કરીને ગામજનોને શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ થાય એ માટેની સુવિધાનો આરંભ કરવામાં આવ્યો. તેની સાથે ગ્રામ હરિયાળીને પ્રોત્સાહિત કરવા માટે વૃક્ષોનું વનીકરણ કાર્ય હાથ ધરવામાં આવ્યું. આ પ્રસંગે કેડી હોસ્પિટલ દ્વારા આયોજિત આંખોના નિઃશુલ્ક ચેકઅપ કેમ્પનું ઉદ્ઘાટન કરી ગામજનોના આરોગ્યપ્રત્યેની સેવા ભાવનાને આગળ વધારી. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી શકરાજી ઠાકોર, તાલુકા સંગઠન પ્રમુખશ્રી ભાર્ગવભાઈ પટેલ હાજર રહ્યા