થરાદ: પશુપાલકોને મોટી રાહત: પૂરગ્રસ્ત થરાદ તાલુકામાં પશુધન માટે ઘાસ ડેપો શરૂ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાને પગલે બનાસકાંઠા જિલ્લામાં કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પૂર અસરગ્રસ્ત સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં પશુઓ માટે વિશેષ રાહત રૂપે ઘાસ ડેપો શરૂ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર તરફથી ગાડીઓમાં સૂકો ઘાસચારો મોકલવામાં આવ્યો છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પૂર્વ સાંસદ પરબતભાઇ પટેલની ઉપસ્થિતિમાં ઘાસની ગાડીઓને અસરગ્રસ્ત વિસ્તારમાં રવાના કરવામાં આવી હતી.