બાવળા: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠ ખાતે હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો
તા. 25/09/2025, ગુરૂવારે સવારે 11 વાગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠ ખાતે હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો હતો. તેમાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી સહિતના મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં ઉપસ્થિત તબીબોએ દર્દીઓને તપાસી સારવાર કરી હતી.