તા. 27/12/2025 ના રોજ સવારે 6 વાગે બુખારી દાદાના નિશાનોનું ધોળકા ખાતે લીલેજપુરમાં આગમન થયું હતું. હઝરત સૈયદ પીર નજમુદ્દીન ફઝલેઅલી ચિસ્તી (ર. અ.) ની દરગાહ ખાતે આરામ બાદ સવારે 10.30 વાગે ધોળકા જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ પીર હઝરતશાહ દાદા (ર. અ.) ની દરગાહ જવા નિશાન રવાના થતાં રસ્તામાં હિન્દુ - મુસ્લિમ શ્રદ્ધાલુઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. શનિવારે રાત્રિ રોકાણ બાદ રવિવારે સવારે 10.30 વાગે ભડીયાદ જવા નિશાનો રવાના થશે.