ભુજ: પત્ની સહિત સાસરિયાઓના ત્રાસથી ફુલરાના યુવકે અંતિમ અંતિમ પગલું ભર્યું
Bhuj, Kutch | Nov 25, 2025 ફુલરા ગામે રહેતા ૩૧ વર્ષિય અનવર ઈબ્રાહીમ મેમણે આપઘાત કરી લીધો હતો. તેને પત્ની શકીનાબાઈ, સસરા હારૂન હભીભૂ મેમણ, સાસુ અમીનાબાઈ ઉર્ફે આસીબાઈ હારૂન મેમણ, ખાણોટના રમજાન ઓસમાણ જત અને ફુલરાના વલીમામદ મીસરી જત દ્વારા ત્રાસ આપવામાં આવતા આપઘાત કર્યો હોવા બાબતે મરવા માટે મજબૂર કરવાની કલમ તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે અંગે નારાયણ સરોવર પોલીસે તપાસ કરીને ખાણોટના રમધાન જત અને ફુલરાના વલીમામદ જતની ધરપકડ કરી છે. માહિતી સાંજે 08:00 કલાકે પ્રાપ્ત થયું છે.