સુરતના ડીંડોલી તળાવ ખાતે છઠ્ઠ પૂજા નિમિત્તે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સીઆર પાટીલે સોમવારે સાંજે છ કલાકે મુલાકાત કરી હતી.અહીં છઠ્ઠ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં યુપી બિહારના લોકો પૂજા પાઠ માટે પહોંચ્યા હતા અને છઠ્ઠ પૂજાના વ્રતની શરૂવાત કરી હતી.જે વ્રતની પૂર્ણાહુતિ 36 કલાક બાદ થશે.છઠ્ઠ પૂજામાં કાર્યક્રમ સ્થળે પહોંચેલા સીઆર પાટીલે યુપી બિહારના લોકોને છઠ્ઠ પૂજા નિમિત્તે હાર્દિક શુભકામના પાઠવી હતી.