બાવળા: ધોળકામાં તૂટી ગયેલા રોડ - રસ્તા બનાવવા આમ આદમી પાર્ટીની માંગણી, નગરપાલિકામા રજુઆત કરાઈ
ધોળકા નગરપાલિકા હદ વિસ્તારમાં તૂટી ગયેલા રોડ રસ્તા બનાવવાની માંગણી સાથે આજરોજ તા. 13/10/2025, સોમવારે બપોરે 12 વાગે આમ આદમી પાર્ટી દ્વારા ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રાર્થનાબેન રાઠોડને રજુઆત કરવામાં આવી હતી. ત્યારે આમ આદમી પાર્ટી વિધાનસભા પ્રભારી નસીમ અંસારી, સહ પ્રભારી આર્યન મકવાણા અને પવનસંગ ગોહિલ સાથે બળવંતભાઈ ચૌહાણ, મુસ્તુફાભાઈ મોમીન, ગોવિંદભાઇ રાણા, રાહુલભાઈ, ગીરીશભાઈ વગેરે હાજર રહ્યા હતા.