ઉધના: સુરત: દિવાળીની ખરીદીનો ધમધમાટ, ચૌટા બજારમાં લોકોને ભીડ ઉમટી, બજારમાં પગ મુકવા જગ્યા નહીં
Udhna, Surat | Oct 12, 2025 સુરત: પ્રકાશના પર્વ દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરત શહેરના બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. શહેરના જાણીતા અને ઐતિહાસિક ચૌટા બજારમાં હાલમાં ભારે ભીડ જોવા મળી રહી છે, જ્યાં લોકો દિવાળીની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.ચૌટા બજાર, જે એક જ સ્થળે તમામ પ્રકારની વસ્તુઓ મળી રહેવા માટે જાણીતું છે, ત્યાં હાલમાં ખરીદદારોનો જબરદસ્ત ઘસારો જોવા મળી રહ્યો છે.